Thursday, 7 June 2018

અછાંદસ

*આગમન*

દુર દુર મારગ પર નજર ખોડી
ઉભી હતી એ ઝરૂખે..
આજ આવશે કે આવ્યો વાલમ
ઘોડાની ટાપે કાન સરવા કર્યા..
હ્રદયમાં આશ જાગી..
નક્કી એ જ લાગે..
સુની હવેલી ..
જાણે આળસ મરડી જાગશે..
વર્ષોનો વિયોગ...
આજ મિલન લઈ આવશે..
સાદ દઈ અલી સાંભળો
જરા બેઠક સાફ કરો..
અને આ રૂમ ...પણ
રસોડે જરા પકવાન રંધાવજો
લાપશીના આંધણ મૂકાવો
થોડા તાજા ફૂલો...
પૂજાનો થાળ...
અરે ....
વાલામૂઈ જરા સાંભળો..
થોડી ઉતાવળ રાખો
ડેલી ખખડશે એટલી વાર...

એ મધ્યમ ઉંમરે પહોચવા આવેલ
પણ આજ સંદેશ આવ્યો
ત્યારથી જાણે એનામાં આવ્યો
સોળ વર્ષની યૌવનાનો તરવરાટ...
જાણે પ્રિતમની રાહ જોતી નવોઢા..

હા! કેમનો હોય...?
આજ વાલમ પાછો..
ઘરે આવે એના વધામણાં
હરખઘેલી બાવરી બની
ફરી વળી એ હવેલીમાં
કણ કણ મહેંકાવતી સજાવતી
હવેલી તો શણગારી..
પણ શુધ બુધ ભૂલી
ખુદને વિસારી દીધી ..
આગમનને વધાવવા..

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૭/૦૬/૧૮

No comments:

Post a Comment