*ઘર માં જ કોઈ જગ્યાએ મોબાઈલ મારો પડી ગયો*
*શોધ્યો પણ જડ્યો નહિ*
*મોબાઈલ મારો પડી ગયો*
*એ આખો દિવસ મિત્રો ને રૂબરૂ મળ્યો..*
*મમ્મી પપ્પા પાસે શાંતિ થી બેઠો..*
*સુખદુઃખ અલકમલક ની વાતો કરી..*
*બાળકો ને પત્ની સાથે ગામ ગપાટા કર્યા..*
*નજરો થી નજર મેળવી સાથે જમ્યા..*
*ઘર થી ઓફિસ નો રસ્તો દિલ થી નીરખ્યો..*
*મોહોલ્લા ના વડીલો ના હાલ હવાલ જાણ્યા..*
*મસ્ત ઘેરાતા વાદળો જોયા ને વરસાદ માણ્યો..*
*ખુમારી થી નજર ને ગરદન ઊંચી કરી ફર્યો..*
*વગર મોબાઈલ ની આઝાદી માણી ઘરે પોહોંચ્યો....ને*
*મોબાઈલ મળી ગયો..*
*બે સોફા ની વચ્ચે આરામ થી સંતાયો હતો*
*ફરી થી વોટ્સ એપ ને ફેસબુકમાં ઘુસી ગયો*
*ઘર ના સભ્યો ની હાજરી ભૂલી ગયો*
*રાત્રે શું ખાધું એ પણ ભૂલી ગયો*
*ડીનર ટેબલ પર કોણ કોણ સાથે હતું એ વિસરી ગયો*
*આખા ગામ ની પંચાત સ્ક્રીન પર દેખતો થઇ ગયો*
*એકના એક પોસ્ટિંગ ફરી વાંચતો થઇ ગયો*
*પરદેશ ફરતા મિત્રો ના ફોટા લાઈક કરતો ગયો*
*મોબાઈલ હતો -ના --હતો નો ફરક સમજતો થઇ ગયો !!*
*-આસીમ બક્ષી*
No comments:
Post a Comment