🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
મસ્તીમે સાંવરિયા
ભીતરની મસ્તીને માણું
હરખ હરખ ઘટ ભરિયા;
ઉરમાં વસેલા રંગીલા
પ્રેમથી પરગટ સાંવરિયા.
તુજ રંગત મુજ અંગતમાં
મધુર સુવાસ સરગમની.
લથબથ ભીંજવે બાવરિયા.
ભીતરની મસ્તી.....
સ્વર રવ મુજ મુખ મધુર મધુર
મ્હેકી રહ્યા મુજ અંતર તાર.
રોમ, ભોમ મહી ગુંજી રહ્યો આ
અમર પ્રેમ તુજ વાલમિયા.
ભીતરની મસ્તી.....
હર્ષા પોકાર
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
No comments:
Post a Comment