ચાલી નીકળું છું રાખી વિશ્વાસ
પહોંચાડે ન પહોંચાડે તારી મરજી.
કર્મ કરું છું નિષ્ઠા સાથે રોજે રોજ
ફળ પર વિચાર કે ન વિચાર તારી મરજી.
સૂઇ જાઉં છું સ્મરી તને રોજ રાતે
સવારે જગાડે ન જગાડે તારી મરજી.
બુરુ પણ થયું હશે કોઈનું કદાચ જાણે અજાણે
સજા આપ કે ન આપ તારી મરજી.
ઘડી મંદિર બેસાડ્યો છે તને ભાવથી
હાજર રહે કે ન રહે તારી મરજી.
દિલમાં વસે તું જ નિરંતર જાણું છું
ધડકવુ ન ધડકવુ છે તારી મરજી .
દાસ "નીલ " કહે દે સેવા તારી નિરંતર
સેવક આ તને હે!ઇશ ગમે ન ગમે તારી મરજી
તને ગમતું જીવન બનાવવા મથું છું
શરણે લે કે ન લે છે તારી મરજી.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
No comments:
Post a Comment