Thursday, 14 June 2018

ગઝલ

જોતાં તમારી આંખમાં ઝાકળ વધે
હેતે મઢેલી રાત પળ બે પળ વધે

તારા થવાની વાત નાજુક એટલી
રેશમ થયેલી જાતમાં ના સળ વધે

છો તું જ સઘળી વાતના આરંભમાં
તારા વિના કોની કથા આઞળ વધે

જોતાં તમારી રાહ આંખો શ્રાવણી
આકાશમાં એકે નહી વાદળ વધે

મારગ તમારે હાથ મારો ઝાલજો
મારા તમસમાં આપની ઝળહળ વધે
   
                  માધવી ભટ્ટ

No comments:

Post a Comment