Thursday, 14 June 2018

ગઝલ

'નિષ્ફળ વધે' (ગઝલ)

ફૂલોની વધશે શોભા જો ઝાકળ વધે,
તસવીરથી શોભા પછી આગળ વધે!

જો બાગમાં ના ધ્યાન માળી આપશે,
ફૂલો થશે ઓછા અને બાવળ વધે!

એ લાગશે રમણીય જો એ શાંત હો!
હદથી વધારે ના નદીમાં જળ વધે!

સૌને સફળતાઓ મળે બસ, પ્રેમમાં,
પ્રેમી પ્રણયમાં ના હવે નિષ્ફળ વધે!

ગમતું નથી આકાશ ખાલી, ખેડૂને!
લાગે સરસ આકાશ જો વાદળ વધે!

ના કરવી પીછેહઠ પડે કોઈને પણ,
ચાહું છું જીવનમાં બધાં આગળ વધે!

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment