Tuesday, 12 June 2018

ગઝલ

તણખાંની વચ્ચે

સિંહ અને હરણાંની  વચ્ચે,
જીવન છે  રમણાંની  વચ્ચે.

રાજરમતની     આંટીઘૂંટી,
આંદોલન  ધરણાંની વચ્ચે. 

સળગે છે આ બાગ-બગીચા,
વાણીનાં   તણખાંની   વચ્ચે.

સંતાયો   છે   જૂનો  જોગી,
ખાદીનાં   ડગલાની    વચ્ચે.

દાન   ધરમનો   ધંધો   ફાલે,
માળાનાં   મણકાંની   વચ્ચે.

સુખની આશા પર જીવન છે,
છાયા  ને   તડકાની     વચ્ચે.

ઝંખે  માનવ  મેળો   આજે,
ઘરમાં  એકલતાની    વચ્ચે.

      - સંજય બાપોદરિયા 'સંગી'
         મોરબી

No comments:

Post a Comment