Tuesday, 12 June 2018

અછાંદસ

નજરથી નજર મળી છે
સુંદર દ્રશ્યનું થયું છે આગમન.
એક કોરા કાગળને પીંછી અડી છે
હર રંગનું જીવતરે થયું છે આગમન.
લગભગ કોરા ધાકોડ આ પટ પર
આજ ભીંજવતી વાદળીનું થયું છે  આગમન.
ઉગવાનો અવસર હવે મળ્યો છે
એક ભીનાં શમણાંનું થયું છે આગમન.
માણસ તરીકેની સફર ચોક્કસ થશે પૂરી
મજાના હમસફરનું થયું છે આગમન.
ટકોર મજબૂત પડી છે આજ "નીલ " આ બારણે
વર્ષોની રાહ પછી લાગે ગમતાનું થયું છે આગમન.

રચના:નિલેશ બગથરિયા
               "નીલ "

No comments:

Post a Comment