Tuesday, 12 June 2018

ગઝલ

અાયખુ કેવું દીધું છે, અે ખુદા
શ્વાસના સરવરમાં જાણે બુદબુદા

બે અહમના સ્તંભને અાભાસથી
અાયનો કરતો હતો કાયમ જુદા

જીંદગી પસ્તીનું છાપું થઈ ગઇ
અેક પણ ઘટના ઘટે ના મોજુદા

દિવડો અંધારની સોબતમાં રહી
પૂછવા લાગ્યો છે પ્રશ્નો બેહુદા

અે પછીની ક્યાં ખબર છે કોઇને
હર મઝારે કોતરાવો ‘ગુમશુદા’
જગદીપ.

No comments:

Post a Comment