યુગોથી અજાણ્યો, પલકમાં પિછાણ્યો,
મને મનભરી મેં પછી ખૂબ માણ્યો.
નિહાળ્યો જ છે ફક્ત સંસારને આ,
નથી ક્યાંય નિંદ્યો, નથી મેં વખાણ્યો.
ભલે હોય કાચો નથી તૂટતો પણ,
અદીઠો આ તંતુ ઘણીવાર તાણ્યો.
સમય ટાંકણું લઈ મને કોતરે છે,
કલાકારનો આ કસબ આજ જાણ્યો.
પ્રમાણ્યો સતત આંખ મીંચી મને બસ,
નથી કોઈએ ક્યાંય નખશિખ નાણ્યો.
- બાબુલાલ ચાવડા 'આતુર'
No comments:
Post a Comment