Thursday, 14 June 2018

ગઝલ

ત્રાસી ગયો

પાંપણોમાં કેદ અજવાળું રહે, ત્રાસી ગયો!
આંખમાંથી આંસું થઇ જઇને વહે, ત્રાસી ગયો!

કેટલું સમજાવ્યું મનને તોય પણ માન્યું નહીં
દુઃખની સાથે હવે સુખને સહે, ત્રાસી ગયો!

એષણાઓ પોટલામાં બંધ છે તો પણ પછી
કેમ વારંવાર મન એને ચહે? ત્રાસી ગયો!

ડૂબવા માંડું હું મઝધારે અને ક્યારેય પણ
હાથ ના મારો કદી આવી ગ્રહે, ત્રાસી ગયો!

નામનું યે ના જુએ મારા ભણી એ તો પછી
નામ એનું કેટલું લેવું, કહે, ત્રાસી ગયો!

- હરિહર શુક્લ
  ૦૯-૦૮-૨૦૧૭ / ૦૨-૦૬ ૨૦૧૮

No comments:

Post a Comment