બાળકોને મારા બાળગીત ગણગણાટ કરતો જોઉં છું ત્યારે અનેરો આનંદ મને આવે છે અને હું પ્રેરાઈ જાઉં છું એક નવું બાળગીત લખવા....
ગડગડાટ,ગડગડાટ,ગડગડાટ,
ગગન ,ડોલે છે ગડગડાટ ,ગડગડાટ,
ગડગડાટ,ગડગડાટ,ગડગડાટ.....
ઝબૂક ,ઝબૂક, ઝબૂક
વીજળી ચમકે છે ઝબૂક ઝબૂક
ઝબૂક, ઝબૂક, ઝબૂક....
ઝરમર ,ઝરમર ,ઝરમર
વર્ષા વરસે છે ઝરમર ઝરમર
ઝરમર ,ઝરમર ,ઝરમર......
છબ, છબ,છબ ,છબ ,છબ
હું ભીંજાઉ છું છબ ,છબ ,છબ
છબ,છબ,છબ,છબ ,છબ .....
અંશ ખીમતવી...
No comments:
Post a Comment