Tuesday, 12 June 2018

ગીત

〰〰〰〰〰〰〰〰
બહુરૂપી

રાત ઓછી ને વેશ જાજા
જીવતર નાનું ને રૂપ જાજા.
હું તો રંગલી છું બહુરૂપી.
તા.. થૈયા.. થૈયા.. તા.. થઈ..

મા નો હાથવાટકો ને બાપુની ઢીંગલી,
હું છું દિકરી, ઘરની દિવડી.
હું તો રંગલી છું બહુરૂપી.
તા.. થૈયા.. થૈયા.. તા.. થઈ..

ભાઈલો જાય સ્કુલે, રમે ને જુવે ટી.વી,
હું છું બેની, ભાઈને બાંધતી રાખી
હું તો રંગલી છું બહુરૂપી.
તા.. થૈયા.. થૈયા.. તા.. થઈ..

બની સારથી, ઘર આખું સંભાળતી,
હું છું પત્નિ, પતિને પગલે ચાલતી.
હું તો રંગલી છું બહુરૂપી.
તા.. થૈયા.. થૈયા.. તા.. થઈ..

કર્યું નવસર્જન, પાળ્યું, પોષ્યું
હું છું મા, બાળકોનું હીત હૈયે રાખતી.
હું તો રંગલી છું બહુરૂપી.
તા.. થૈયા.. થૈયા.. તા.. થઈ..

કાવ્યાલ્પ
અલ્પા વસા.
મુંબઈ.
➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment