💐💐💐💐💐
પ્રેમની પાટીમાં મેં એકડો ઘૂંટયો હું અભણ છું,
ફૂલમાં પણ એક કાંટાળો ચુટયો હું અભણ છું.
આદત હતી ચીજ દરેક સાંચવીને રાખવાની,
ખબર રહી નહીં દિલ ક્યારે લૂંટયો હું અભણ છું.
સપનાના સરોવરમાં હું બસ મહાલતો જ રહ્યો,
મારા હાથે પરપોટો પાણીનો ફૂટ્યો હું અભણ છું.
ક્યાંક તારા સગડ મળે તો મને થોડી ધીરજ મળે,
તારા ઇંતજારનો હવે ભ્રમ ખૂટયો હું અભણ છું.
તારી હયાતીમાં મુજ હોઠ પર શબ્દો સરકતા હતા,
મૌન થયા છે હોઠ સાથ તારો છૂટ્યો હું અભણ છું.
વિનોદ બી ગુસાઈ મૌન
રાપર વાગડ કચ્છ
No comments:
Post a Comment