Tuesday, 12 June 2018

અછાંદસ

*કીટ્ટા*

ચાલ ફરી ઓળખાણ કરીએ..
આ અબોલા ભૂલી
જિંદગીને એક ચાન્સ તો આપીએ..
આ સ્માર્ટ ફોનની જેમ જુનું બધું
ઓલ કલીયર કરીએ..
પેલી ટેકનોલોજીના  ઉપયોગથી
નવેસરથી મેમરી ફોરમટ કરી
રી સ્ટાર્ટ કરીએ...
કડવી યાદોને ડીલીટ ઓલ કરી
કાયમ માટે ભૂલી જઈએ
સુખદ સંભારણા ઈન્સટોલ કરીએ.
સપનાં એમાં સેવ કરી
આ કીટ્ટાને થોડીવાર અણગી કરીએ..
બુચા પછી ત્યાં કાયમી થશે.
આ લાઈવની રીતથી
સાચે એકબીજા સામે બેસીએ
થમ્બ લાઈક કોમેન્ટ નહીં..
કે આભાસી સ્માઈલી ભૂલી
એકબીજાને સાચુંકલું હગ કરીએ
તારા ના બોલવુંના પ્રણને
પછી જો કેવું ભૂલાવું...
હાથમાં હાથ લઈ થોડું વોક કરીએ..
આ ફલાઈંગ કીસ છોડ
શ્વાસોમાં એકમેના ભળીને.
આજ અધરામૃત ચાખીએ..
ચાલ આજ રીઅલી
રીસામણાના મનામણાં કરીએ
એકમેકની  પ્રપોઝલનો રીપ્લાય  .
લાઈવ આપી દઈએ..

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૧/૦૬/૧૮

No comments:

Post a Comment