રૂમાલ
તારા હોઠના અમીની મીઠી સુવાસ છે રૂમાલમાં
તુ એ લીધેલા શ્વાસની લીલી ભીનાસ છે રૂમાલમાં
આને હું રૂમાલ કહું કે કહું તારી સોનેરી યાદો,
હજીય એજ તાજપની ઘેરી લીલાસ છે રૂમાલમાં.
બન્નેના અશ્રુબિંદનું મિલન છે આ રૂમાલે,
ચાખીને રોજ જોઉ એ જ ખારાસ છે રૂમાલમાં.
પામી શકું હું તુજને એ ગાંઠ રૂમાલે બાંધી,
આ પ્રેમના તલબની તીવ્ર પ્યાસ છે રૂમાલમાં.
યાદોના એ ફૂવારા આ રૂમાલમાં લઈ લીધા મેં,
"મયુર" હ્રદય રૂમાલે ય હજી તલાસ છે રૂમાલમાં.
મયુર દરજી
ડભોઈ
No comments:
Post a Comment