મળી લઇએ
આવી જા તું કિનારે, ફોગટના મળી લઇએ
કે આવું હું મઝધારે, ફોગટના મળી લઇએ
સૂરજની સાથે સાથે આકાશ રંગી દઇએ
આવી જા તું સવારે, ફોગટના મળી લઇએ
આવીને પાછો જઇને પાછો જો આવશે તો
ચિંતા નથી લગારે, ફોગટના મળી લઇએ
આવે તો દઈ દઉં હું તારું દીધેલું પાછું
ઓછું ના, ના વધારે, ફોગટના મળી લઇએ
ખાંપણને ઓઢી લઇને જોઉં છું રાહ તારી
શું તું હરિ વિચારે? ફોગટના મળી લઇએ
- હરિ શુક્લ
No comments:
Post a Comment