Thursday, 7 June 2018

ગઝલ

ખુદની ભીતર સદા રોશની ઝળહળે,
તે છતાં માનવીઓને એ ક્યાં કળે?

માનવી શોધે ઈશ્વરને મંદિરમાં પણ,
ઈશ તો માનવીના હૃદયમાં મળે.

ફળની આશા ન રાખો કરમ સૌ કરો,
કર્મનાં ફળ તો જીવનમાં સૌને ફળે.

મળશે નહિ સુખ કદી ચારધામો ફરી,
સાચું સુખ મળશે મા ના સદા પગતળે.

જિંદગી દીનજન માટે જીવી બધી,
યાદ 'ધબકાર'ને કરશે સૌ પળપળે.

✍️ઉમેશ તામસે 'ધબકાર',
     વ્યારા (તાપી)

No comments:

Post a Comment