પંખી
આસમાનો સાત સર કરવા ઉડયું
પાંપણો ફફડાવીને ફરવા ઉડયું
આસમાને વાદળો ઉમટી પડયા
વાદળોનો સાથ લઇ તરવા ઉડયું
ખૂબ ઊંડા શ્વાસ લઇ લીધા પછી
આંખમાં સૂરજ કિરણ ભરવા ઉડયું
જીવવાની ઝંખના સાથે લઈ
મોત સામે બાથ લઇ મરવા ઉડયું
પાંખ ક્યાં સાજીસમી એકકે હતી?
ઉડતાં સાથે નીચે ખરવા ઉડયું!
- હરિ શુક્લ
No comments:
Post a Comment