સુખ, દુ:ખનાં ભાથા મારે ભરવાનાં છે,
જીવન મધ્યે રસ્તા બે ખુલવાનાં છે.
એક બાજું ઈશ્વર,બીજી બાજું શયતાન,
બસ,અહીં એક પર હસ્તાક્ષર કરવાનાં છે.
મળશે એવું? જે દુર્ગુણને વ્હાલ કરે!
પુષ્પ બધાં તેનાં ચરણે ધરવાનાં છે.
વૃદ્ધ નયન આંસું ના દે ભૂલેચૂકે,
તારા દાડા પણ એક'દી રડવાનાં છે.
જામે મ્હેફિલ એવું નક્કી ના કરતાં,
અડધા રસ્તે સાથ ઘણાં છુટવાનાં છે.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment