પ્રસાદી કરવા શ્રીફળ વધેરવું તો પડે
ઘટના પાછળનું સત્ય સમજવું તો પડે
જિંદગી દરેક વળાંકે કસોટી જ કરશે
જીતવા જંગ મેદાનમાં ઉતરવું તો પડે
સંબંધો સાચવવા ત્યાગ ભાવના જરૂરી
પામવું હશે કશું તો કશું ગુમાવવું તો પડે
જોજો ઘર ફક્ત રેતી સિમેન્ટનું જ ન રહે
મમતાની માવજતથી સજાવવું તો પડે
સૌજન્યથી સહુને આવકારતા રહીએ
જખ્મો છુપાવી મોઢું હસતું રાખવું તો પડે
દિલીપ શાહ
No comments:
Post a Comment