Thursday, 14 June 2018

ગઝલ

શીખી ગયો હવે

ઊંચી ઉડાન ભરતાં શીખી ગયો હવે
અક્ષરની સાથે ભળતાં શીખી ગયો હવે

એક જ જગાએ સ્થિર છું જન્મ્યો હું ત્યારથી
ભમ્મરડા જેમ ફરતાં શીખી ગયો હવે

મિત્રો તો આગ  ચાંપી ચાલ્યા જ જવાના છે
દૂશ્મનની સાથે હળતાં શીખી ગયો હવે

આવીને મારી સાથે સંગત કરી જુઓ
જીવી જઈને મરતાં શીખી ગયો હવે

મઝધાર હો કે સાગરનો શાંત કિનારો હો
ડૂબી જઈને તરતાં શીખી ગયો હવે

- હરિ શુક્લ
  ૨૮-૦૯ ૨૦૧૬ / ૦૯-૦૬-૨૦૧૮

No comments:

Post a Comment