*સ્વાર્થી દુનિયા*
.
_અજીબ દાસ્તાન છે મારી જીંદગી ની_
_મુજ ને કોઈનો સહારો નથી મળ્યો,_
_ભટકી રહ્યો છું આ સંસાર સાગર માં_
_ક્યાંય મુજને કિનારો નથી મળ્યો,_
_જરૂરત પૂરતો જ પ્રેમ કર્યો છે લોકો એ મને_
_નિઃસ્વાર્થ દોસ્તી નો હાથ લાંબો કોઈએ નથી કર્યો,_
_મહેફિલો માં કેટલીય છલકી છે મદિરા_
_પણ મુજને ક્યાંય પ્રેમ નો જામ નથી મળ્યો,_
_લાગે આ દુનિયા જ સ્વાર્થી છે_
_એટલે જ કોઈ પ્રેમી ને મુકામ નથી મળ્યો,_
_વીતી ગઈ જીંદગી આખી સુખ ની શોધ માં_
_પણ કબર જેટલો ક્યાંય આરામ નથી મળ્યો,_
_*પત્થરો* માં પૂજાય છે ભગવાન "ખુશનસીબ"_
_પણ ઇન્સાનો માં ક્યાંય રામ નથી મળ્યો._
✍🏻 *સુનિલ.એલ.પારવાણી*
No comments:
Post a Comment