Thursday, 14 June 2018

ગઝલ

લાગણીનો ડુંગર બનાવતા આવો છો,
ચુપચાપ ચગડોળે ચડાવતા આવો છો.

તરણેતરના મેળે તો કિયારે આવશો,
છત્રીમાં મોરલોને રૂમાલ બનાવતા આવો છો.

હુડો રાસ હાથતાળીથી રમાય છે, હો,,,!?,
સ્નેહાળ સંબંધો બાંધતા આવો છો.

બળદગાડામાં બેસીને કેડી રસ્તે આવજો,
પ્રેમસરવાણીની યાદો વાવતા આવો છો.

ફજત ફાળકામાં ચગડોળે ચડજો, હો, કે,
"અઝીઝ"ની કવિતા વાંચતા આવો છો.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment