મોજમાં રેવું રે વ્હાલા મોજમાં રેવું રે
આગળ પાછળનું ભૂલીને રોજમાં રેવું રે
ઉપર નીચે ચાલતી રે'તી જીવનની ઘટમાળ
શાણો થઈને બાંધી લેજે પાણી પેલા પાળ
આનંદી કાગડાઓ ફોજમાં રેવું રે
મોજમાં રેવું રે વ્હાલા મોજમાં રેવું રે
જગત કાજે તું નકામો જીવને બાળે રે
થવાનું તે થઈ ને રેશે બધું પડશે થાળે રે
આપણે તો આતમરામની ખોજમાં રેવું રે
મોજમાં રેવું રે વ્હાલા મોજમાં રેવું રે
- શ્રેયસ ત્રિવેદી
No comments:
Post a Comment