Tuesday, 5 June 2018

ગઝલ

જો આવવા માંગે છે તું તો આવજે મારી તરફ,
જો સોંપવા માગે તું દિલ તો સોંપજે મારી તરફ.

આખું જીવન મારું કરી દીધું છે અર્પણ મેં તને,
જો હોય ઈચ્છા તારી તો તું ચાલજે મારી તરફ.

જો કોઇ પીડા હોય તારી જિંદગીમાં ઓ સનમ,
તો બેફિકર સૌ પીડાને બોલાવજે મારી તરફ.

જો પ્રેમને તારા કદી કોઈ નકારે તો પછી,
આનંદથી તું પ્રેમરથ હંકારજે મારી તરફ.

આજેય ધનદોલત નથી 'ધબકાર' પાસે કાંઈ પણ,
જો હોય તારા દિલની હા તો આવજે મારી તરફ.

✍️ઉમેશ તામસે 'ધબકાર',
     વ્યારા (તાપી)

No comments:

Post a Comment