Tuesday, 12 June 2018

ભજન

..........."ભજન"...........
--------------------------------
મને એવા વિચારો આવે
===============
મને એવા વિચારો  આવે
એવા વિચારો આવે ઉર
તર્ક વિતર્ક કરાવે....મને...
કોણ આવીને જાય અહીંથી
કોણ કદી નવ આવે
કોણ નિરંતર મુક્ત બનીને
નિજા નંદ ઉઠાવે....મને...
કોણ કરે મજબુર માનવને
કર્મ વિક્રમ કરવા
કોણ કરમના લેખા જોખા
લેખણ વિણ લખાવે....મને...
કોણ હસે જો સુક્ષ્મ બીજમા
વટ વૃક્ષને સમાવે
કોણ પવનને પાંખ વિના પણ
પૃથ્વી  પર પ્રસરાવે.... મને...
કોણ અંદર બેસી બોલી રહ્યો છે
કોણ એને બોલાવે
કોણ આંબાલાલ છે મિથ્યા જ્ઞાની
પ્રભુ પૂરણ જ્ઞાન ધરાવે.... મને..

No comments:

Post a Comment