ભીતર જેટલું સહન થાય એટલુ કર્યા કરો
પછી અનુભવને શબ્દોમાં કહેવાય તો કહો
મારી જ સાથે મારો જંગ જીતવો કેમ કરીને
મર્મ જીવનનો અહીં સમજાય તો આગળ વધો
તરણાં સમ મઠારી લીધી અમે અમારી જાતને
હવે આ પ્રવાહ સંગાથે વહાય એ બાજુ વહો
અસ્મિતા અને અપેક્ષાઓ થયા અદ્રશ્ય જે ઘડી
એ ક્ષણમાં દાખલ થવાય તો એને ભાગ્ય કહો
લમણે એક હાથ ને છે હોઠે સ્મિત અકારણ
મુદ્રા મળી છે મહા મહેનતે કળાય તો કળો
સૌથી વધું અસરળ લાગ્યું સરળ થવું "પરમ"
તમે પણ એ માટે "પાગલ" બનાય તો બનો
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment