_એવું છે ને કે નાવમાં બેઠાં_
_કોઈ જાણે બનાવમાં બેઠાં_
_આપણે धूप-छांवमां બેઠાં_
_સ્હેજ ભીતરના ઘાવમાં બેઠાં_
_જાતને હાર-જીતમાં મૂકી_
_છેક છેલ્લાં આ દાવમાં બેઠાં_
_તૂટતાં જાય છે સ્મરણના ગઢ_
_એક એવા તનાવમાં બેઠાં !_
_શેર પોતે સ્વભાવમાં બેઠાં_
_કાફિયા હાવભાવમાં બેઠાં_
*ભરત ભટ્ટ*
No comments:
Post a Comment