Tuesday, 5 June 2018

ગઝલ

પૃથ્વી   તમે   ભમતા રહો,
સાગર,  નદી  તરતા  રહો.

ફૂલો  ઉપર  ઇશ  સ્નેહની,
ઝાકળ  બની  ઝરતા  રહો.

છોડો    દગાખોરી    બધી,
શુભ  મન કરી વધતા રહો.

આ  જિંદગી છે  જંગ  તો..,
આ  જંગ  સૌ  લડતા રહો.

પડકાર    સૌ   ખુદને   કરી,
આજે  ગઝલ  લખતાં રહો.

સાહિત્યનાં     મિત્રો    તમે,
આ   પ્રેમ  રસ  ધરતાં  રહો.

મળશું    અહીંયા   આપણે,
શારદ   સભા  ભરતા   રહો.

*કાજલ કાંજિયા 'ફિઝા'*

No comments:

Post a Comment