ચબુતરો
રોતી ચકલીના આંસુ બોલે તમે માનવ જ મારા ચબુતરા ના હત્યારા
રોજ આવતા ચબૂતરે અહીં બેસી ભાળી છાંયો પાળે તહીં
એકલદોકલ ને જાતજાતના
સૌ સાથીઓ અહીં આવે
સૌ પોતાના સૂરો રેલાવી
ચોમેર મહેફિલ કેવી જમાવે
ટાઢ તાપ કે હો વરસાદ
રક્ષણ અમ દિલડું પામે
કાઢી નાખો અવ ચબુતરા
નીડ અમારું માનવજાતે
ખોલે આજે ઠેરઠેર માયાવી બતાવે છાયાનું નિજ રક્ષણ ધુત્કારે ત્યારે માનવી અમોને
બની જાય જયારે પાષાણ
ઉંચા મકાનો ને ઑફિસે
ઘડીકવાર મળે છે જગા અમને
પણ ગનથી બીવરાવો અમને
ઉડાડવા મજાક કરીને માણો
શહેરમાં છે અલ્પ વૃક્ષો
ને ગામડે તરૂએ તરૂએ ઝૂલા
હવે નીડ બાંધવા કહોને
કેમ ન થઈએ
અમે આગબબુલા
- કિન્નરી એમ . દવે
No comments:
Post a Comment