💐💐💐💐💐
🌹તૃતીય વિજેતા🌹
જવાબ નથી આપતો મતલબએ નથી કે હું કાયર છું
શબ્દના તીરથી દિલ ઘાયલ કરી દઉં એવો શાયર છું
આંગળી અડાળી પરીક્ષા લેશો નહિ મારી હયાતીની
એક ક્ષણમાં ભડકો કરી દઉં એવો લાઈટનો વાયર છું
લાગણી થી પાસ આવશો તો બરફ જેમ પીગળી જઇશ
મારી જાતને ખલાસ કરી દઉં પ્રેમ માં એવો તુષાર છું
કડવા ઝેર ના ઘૂંટડા પણ પી જાઉં શંકર ની જેમ હસીને
નફરતની હવા સાથે પણ પુરપાટ દોડું એવો હું ટાયર છું
ક્યારેક કબડી રમાડી ક્યારેક રમાડી રમત મને ખોની
જગતની રમતોને બખૂબી સમજી શકું એવો તૈયાર છું
કલમ નો હાથ ઝાલી ને ચાલી રહ્યો છું કપરી ડગર ઉપર
મારી દોલત આપની દોસ્તી છે માટે તો મૌન શાહુકાર છું
વિનોદ ગુસાઈ 'મૌન'
No comments:
Post a Comment