Tuesday, 5 June 2018

ગઝલ

..............ગઝલ..........

માણસ હવે તો હદ કરે છે,
માણસપણાનો વધ કરે છે.

અધિકારી એના જે નથી થ્યા,
વિભુ એની અરજી રદ કરે છે.

શિકાર થાશે કર્મના એ,
ઈરાદા જે જે બદ કરે છે.

ચૂલેથી પેલી રાબ ઉતાર,
કે ક્યારની ખદખદ કરે છે.

હા એ જ સાચા વક્તા કે'વાય,
કે વાતો જે રસપ્રદ કરે છે.

ક્હોવાઇ ગઇ છે માઇસાઈ,
ચાંદું હવે ખદબદ કરે છે.

કવિ વિજય જાદવ

No comments:

Post a Comment