કલ્પનાનાં આકાશમાં રોજ મહાલુ છુ,
તુજ સંગ સપનાની અનંત સફર ખેડુ છુ,
બોજ બનેલ જીંદગીમાં તારો સંગાથ રાચુ છુ,
મુશ્કેલ ડગરોમાં તારુ સાનિધ્ય ચાહુ છુ,
પાનખરની ઉજ્જડ વનરાઈ મહી ભટકુ છુ,
પારીજાત તણા પુષ્પો વસંતી કલ્પનાનાં ખિલવું છુ,
નભ ભણી વરસાદી લીલી ચુંદડી ઓઢુ છુ,
ઝરમર વરસાદ સંગ એકાંત આંખો ભીંજવું છુ,
હર ગલી હર એક નગરમાં તને શોધું છુ,
તુ કલ્પના છે કે છે હકીકત એજ ગડમથલમાં મનને થકવુ છુ.
- નિમુ ચૌહાણ..સાંજ
- જામનગર
No comments:
Post a Comment