Monday, 15 October 2018

ગઝલ

રાત આખી સ્વપ્નમાં ના ગાળ તું,
વેદનાને બસ, સહજ પંપાળ તું.

આજમાં જીવી લે તું આ જિંદગી,
કાલ જે ગઇ, આજ ના સંભાળ તું.
           
હુ ,સદા વિશ્વાસ તો કરતો રહ્યો,
બેવફાનું આપ, ના બસ આળ તું.

છે નશામાં સૌ ભલા 'હું 'ના અહીં ,
જાત તારી ખુદ, હવે સંભાળ તું .

છે નિરાકારી જગતનો તાત અે,
ખુદને તો, આકારમાં અે ઢાળ તું.

છે ઘણું જોવાંનું દુનિયામાં અરે,
અેકલાં ના દોષ, સૌમાં ભાળ તું.

સ્મિતની દોલત ઘણી છે અેટલે,
જાતને ખુદ માન ના કંગાળ તું.

            નિરંજન શાહ 'નીર'

No comments:

Post a Comment