એક ગીત
વહેમ
એક મોર પીંછ જો મને અડી ગયું,
મને પિયુ ના અડકવા નો વહેમ....
મારા હ્દયા ના દ્વારે ઊભો પિયુ,
કે પછી મારા દિલ નો વહેમ.....એક મોર પીંછ જો મને અડી ગયુ...
મારા પાલવ નો છેડલો સરી ગયો,
મને પિયુ ના અડપલાં નો વહેમ,
પેલો વાયુ વાયો ને બસ, એટલું જ,
કે પછી મારા દિલ નો વહેમ....
એક મોર પીંછ જો મને અડી ગયું.....
એક વરસાદી વાદળી, ભીંજવી ગઈ ને,
મને પિયુ ના અડકવા નો વહેમ,
પેલા મેઘધનુ રંગ માં રંગાઈ,
કે પછી મારા દિલ નો વહેમ... એક મોર પીંછ જો મને....
પ્રેમ - સાગર ના મોજા એ ભીંજવી મને,
મને પિયુ એ પલાડ્યા નો વહેમ,
વહી પ્રેમ ની મીઠાશ મારી નસ નસમાં,
કે પછી મારા દિલ નો વહેમ...
એક મોર પીંછ જો મને અડી ગયું,
મને પિયુ ના અડકવા નો વહેમ.....
અંજના ગાંધી (મૌનું)
મુંબઈ. 23-10-2018
No comments:
Post a Comment