Thursday, 11 October 2018

ગઝલ

વાત તેથી તો ગમી છે!
પ્રેમ ની યે ક્યાં કમી છે!
શાંત ચૂલો છે પરંતુ!!!
આગ એની ક્યાં શમી છે!
ઊગશે એ લાગણી પણ!
ભલે આજે આથમી છે!
હારશે એ જીતશે એ!
રમત તો એણે રમી છે!
હથોડી પણ હૃદય જેવી!
ઘાવ એરણ ના ખમી છે!
પેટ ના પૂરાય ક્યારે!!
જીભ તો રોજે જમી છે!
"રશ્મિ"યાદો સળવળે છે!
આંખ શું તારી ઝમી છે!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

No comments:

Post a Comment