_પરવારીએ જરાક ,સમય લઈ વિચારીએ_
_મનને જીવાડીએ કે હવે મનને મારીએ_
_પાંખો જો હોય તો તો પળમાં પ્રસારીએ_
_પંડિત, કહો ને કેમ આ તર્કોને તારીએ?_
_બહુ બહુ તો જીવ ઝાંખે ઝરુખે કે બારીએ_
_આકાશ કેમ આખું હેઠુ ઉતારીએ ?_
_ઝબકી જવાય ત્યારે જગાડી જતાં તમે_
_ને ઊંઘમાં ય તમને आंखोमां ઠારીએ_
_બીજું કશું ય હાથવગું કામ ક્યાં રહ્યું?_
_તમને કહી ગઝલ અને દિવસ ગુજારીએ_
ભરત ભટ્ટ
No comments:
Post a Comment