Sunday, 28 October 2018

ગઝલ

ચાહુ જેને રોજ એ તું તો નથી ને  ?
માંગ, તારી ચાહના હું તો નથી ને  ?

ઉંઘમાં સપડાયુ ઝાડ, નથી જવું નભ,
ખ્વાબ આવે તારુ..એવું તો નથી ને  ?

ઓઢણું મારા કમાડે કોણ ભૂલ્યું  ?
આંગણું ચોખ્ખું, કામ તારુ તો નથી ને  ?

યાદ તારી માર્ગમાં લૈ કોણ આવ્યું  ?
આ સવા રૂપિયાનું નાણું તો નથી ને  ?

"શર્મિલા" તું નીંદરેથી નીકળી જા,
તે સજાવેલું સદન મારુ તો નથી ને  ?

   

    ○પિયુ પાલનપુરી "નરોત્તમ"

No comments:

Post a Comment