Sunday, 28 October 2018

ગઝલ

જબરું ઝીણું કાંતે છે,
બદલામાં શું આપે છે?

થોડાં શબ્દો ઝાઝી બૂ--
ખિસ્સે બહુધા રાખે છે.

દૃષ્ટિ નમણી પામ્યાં છો;
ભીતર સ્હેજે તાકે છે?

પ્રશ્નોત્તરમાં સઘળે હું--
શૂળ સમાણું લાગે છે !

આંસુ જેવાં આંસુને
જાડાં ગરણે ગાળે છે ?!

મોંસૂઝણી ક્ષણ ઊગવાની--
આજ નહીં પણ કાલે છે !

મારું સઘળું હખળડખળ--
તારું સઘળું રાગે છે !

06:25     ------ગુણવંત ઉપાધ્યાય
26102018

No comments:

Post a Comment