Sunday, 28 October 2018

ગઝલ

🌳🌳ફકીરા🌳🌳
ડૉ.સત્યમબારોટ
ગાગા  ગાગા  ગાગા  ગાગા

જાતોને કર બાદ ફકીરા,
જાતે કર સંવાદ ફકીરા.

શબ્દો છે વિવાદ ફકીરા,
જીવન છે અવસાદ ફકીરા

બોલી મીઠી રાખ સદા તું,
સૌને દે જે સાદ ફકીરા.

ઇશ્વર બીજું કાંઈ નથી, પણ,.
શ્વાસોનો અનુવાદ ફકીરા.

જગની શાબાશી શું કરવી,.
ઇશ્વર ની છે દાદ ફકીરા.

જાતે તારો રામ કરી લે,.
અંતરનો પરસાદ ફકીરા.

સાચું ખોટું છોડી દે તું,.
કર એની મરજાદ ફકીરા.

માટી સૌની થાવાની છે,.
તું ક્યાં છે અપવાદ ફકીરા.

જો તુજને હો પ્રેમ વહાલો,.
ઇશ્વર ને કર યાદ ફકીરા.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

શ્વાસો બીજું કાંઈ નથી, પણ,.
ઇશ્વર નો અનુવાદ ફકીરા.
ડૉ.સત્યમબારોટ

🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment