Sunday, 28 October 2018

ગઝલ

એમણે આ હૃદયમાં વાવ્યો હતો!
શબ્દ જે ખુશીઓ ઘણી લાવ્યો હતો!
એકલા કવિનાય ગોખે કાગડો!
આશ આગંતૂક ની લાવ્યો હતો!
ખુમારી ને ખુવારી સરખાં જ છે!
દાવ એ તો મને બહુ ફાવ્યો હતો!
એટલે લાલાશ એ પકડી શક્યો!
એ ગઝલનો શેર બહુ ચાવ્યો હતો!
થૂંકવાથી નાક આખું જાય ભૈ!
સ્વાદ કડવો ક્યાં મને ભાવ્યો હતો!
એટલે તૂટ્યો નથી "રશ્મિ" હજી!
વાયદાએ ખૂબ તડપાવ્યો હતો!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

No comments:

Post a Comment