Monday, 15 October 2018

ગઝલ

માળામાં પંખીની બે પાંખના ફફડાટે અમથું અમથું
આજે આખે આખું અવથાર આકાશ માથે લીધું

અંધારામાં ભોંયમાં દબાયેલા આશાસ્પદ બિયારણે  
અમથું અમથું જ ઉગી જઈને વિસ્તરવાનું વેન લીધું

ખુશ્બૂની બગાવત અને કળીઓના આ કકળાટથી 
એક ભમરાએ તો આખું ઉપવન અમથું માથે લીધું

પુકાર જંગલની સાંભળી હતી હવાઓના મૌનમાં
પછી ભીતરથી શબ્દોએ ગઝલનું કામ માથે લીધું

ક્યાંક વિયોગની પાનખર ને ક્યાંક વસંત મિલનની  
મેં પણ એમ જ મનને સમજાવવાનું કામ માથે લીધું

કંટકો પાથરનાર આવ્યા છે હવે પુષ્પગુછ લઈને
એ જ ફૂલોએ ઝખ્મો શણગારવાનું કામ માથે લીધું

"પરમ" હકીકત એજ રહી સદા કે મંઝિલ આવી ગઈ
તેથી "પાગલ" રાહોનાં સપના જોવાનું મેં માથે લીધું

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment