Sunday, 24 March 2019

૨, ગઝલ

તું દિલાસો આપવાનું બંધ કર.
કાં મને તું માપવાનું બંધ કર.

કો'કની વાતો કરીને કો'કને,
તું નમક ભભરાવવાનું બંધ કર.

આ ઉદાસી પણ હવે ભાગી જશે,
જિંદગી! તું હાંફવાનું બંધ કર.

એ જ ઈશ્વર સૌ હૃદયમાં છે અહીં,
પથ્થરો તું પૂજવાનું બંધ કર.

જિંદગીમાં વાસ્તવિકતા રાખ 'શુભ'
લાગણીઓ સીંચવાનું બંધ કર.

             -શુભમ સામાણી 'શુભ'
                     પોરબંદર

તું દિલાસો આપવાનું બંધ કર.
કાં મને તું માપવાનું બંધ કર.

કો'કની વાતો કરીને કો'કને,
તું નમક ભભરાવવાનું બંધ કર.

આ ઉદાસી પણ હવે ભાગી જશે,
જિંદગી! તું હાંફવાનું બંધ કર.

એ જ ઈશ્વર સૌ હૃદયમાં છે અહીં,
પથ્થરો તું પૂજવાનું બંધ કર.

જિંદગીમાં વાસ્તવિકતા રાખ 'શુભ'
લાગણીઓ સીંચવાનું બંધ કર.

             -શુભમ સામાણી 'શુભ'
                     પોરબંદર

No comments:

Post a Comment