Sunday, 24 March 2019

ગઝલ

આયનાઓ  ફોડવાનું  બંધ  કર
જાત  સાથે  ખેલવાનું  બંધ  કર !

એ રીતે કંઈ શિલ્પ સર્જાશે નહીં
કારણો    કંડારવાનું   બંધ   કર !

આંસુની લિપિ ન ઉકલે ત્યાં સુધી
જળમાં  લીટા  કાઢવાનું બંધ  કર
 
દ્રષ્ટિ  યાને કે, હવા  સારી  નથી,
બારીઓ  ઉઘાડવાનું  બંધ  કર !

છાનુંછપનુ કાનમાં કહી દે બધું
યાર, બૂમો  પાડવાનું  બંધ  કર !

         ભરત ભટ્ટ

No comments:

Post a Comment