ભવસાગર છે કાયમ ખારો,
નાવ જરા ધીરે હંકારો.
આકાશે રાખી જો ખેતર,
લોકો કરશે ત્યાં પણ ગારો.
એજ અહીં તોડે છે મિત્રો,
જેણે બાંધેલો છે ધારો.
બોજ ભલે ભારી હો કિન્તુ,
ઊંચકવાનો સહુને ભારો.
મોક્ષ નથી મળવાનો તમને,
એમ નહીં કૈં આવે આરો.?
કેમ તને અપનાવું સાજન,
હું ય નથી આજે તો મારો?
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment