ખોંખા ખોળાં કરતો કરતો,
અડધી રાતે જાગ્યો કેવો!!
મોટા પગલાં ભરતો ભરતો,
ત્યાંથી એ તો ભાગ્યો કેવો!!
અજવાળાની ભીંતો ઊપર,
કાળો કાળો લાગ્યો કેવો!!
ભીની આંખે રડતો રડતો,
તેને કાંટો વાગ્યો કેવો!!
બીજાને તે નડતો નડતો,
કુંણો કુંણો પાક્યો કેવો!!
ઊભી પાળે ચડતો ચડતો,
ઊભો ઊભો થાક્યો કેવો!!
@ વિજય ત્રિવેદી
તા:-૨૪/૦૩/૧૯
No comments:
Post a Comment