Sunday, 24 March 2019

ગઝલ


શ્ચાસને પંપાળવાનું બંધ કર,
સત્યને તું ટાળવાનું બંધ કર.

મે વ્યથાની આંગળી ઝાલી હવે,
દુખ તુ જાસા આપવાનું બંધ કર.

એની આંખોમાં ઉગી છે જ્યાં તરસ,
ચાંદને તું તાગવાનુ બંધ કર.

રાખ થૈ ગયાં ટેરવાં બુજાઈને,
સ્પર્શ કરીને બાળવાનું બંધ કર.

હાથ લે તલવાર, હું મસ્તક ધરું,
પણ નજરથી વિંધવાનું બંધ કર.

આ હથેળીમાં જ ચોમાસું હશે,
આંખને તું તાકવાનું બંધ કર.

શુન્યતાનાં ઝેર પીને આવું છું,
શબ્દ મારા ચુમવાનું બંધ કર.

શૈલેષ પંડ્યા
નિશેષ

No comments:

Post a Comment