Sunday, 24 March 2019

ગઝલ

🌻

માનવી

મૂળમાંથી કાપવાનું બંધ કર
ફળ ખરેલાં માગવાનું બંધ કર

કામ લાગે, આપ એવી તાજગી
બઉ નશામાં ચાલવાનું બંધ કર

એકલાં જાશે અને સ્વર્ગ પછી..!
પ્રાણ પંખી થાકવાનું બંધ કર

આભ નીચે આયખું ધરતી ધડી
રાતરાણી દાટવાનું બંધ કર

જળ પથારી પાથરે વરસાદમાં
છત-અછત્ત ધર,થાપવાનું બંધ કર

પાંલખી ગૈ ભરબજારે નામની
નામનાં નર નાથવાનું બંધ કર

રાખ ,રેતી શ્રી ધરાની શાન છે
મૌક્ષ નગરી વાળવાનું બંધ કર

પ્રેમ,કૃપા!જીવ તારે! પારખાં
હીર સામે હારવાનું બંધ કર

સ્નેહ તારો કેમ રાંજા રાખવો?
ક્ષણ અતૃપ્ત બાળવાનું બંધ કર

છે મહાભારત કથા! ને માનવી!
યુધ્ધ કર પડકારવાનું બંધ કર

વેમ વે'મી રાખતાં ,રાવણ બની
રામનામી ,માપવાનું બંધ કર

રે પછી 'પાછા થયાં',વાવડ મળી
છે પવન પણ !આથવાનું બંધ કર

શ્વાસવાળા આવતાં લૈ ડામતાં
આગ ઠારી મારવાનું બંધ કર

ફૂલ-કાંટાં હાર ફરતાં થોરનાં
વાડ-વેલો તારવાનું બંધ કર

જાગૃતિ મારુ મહુવા "જાગુ"

No comments:

Post a Comment