Sunday, 24 March 2019

૨, ગઝલ

ડૉ.સત્યમબારોટ

શબ્દ ખોટા ગોખવાનું બંધ કર.
ખોટાં થોથાં ફાડવાનું બંધ કર.

મારવાથી છોકરાં ભણતા નથી,
છોકરાંને મારવાનું બંધ કર.

આર.ટી.ઈ.ના નિયમ પણ વાંચ તું,
ઘરનું લેશન આપવાનું બંધ કર .

જે ભણાવું હો,ભણાવો શાળામાં,
ખોટાં ટ્યુશન બાંધવાનું બંધ કર.

બાળકોને જાતે ભણવા દે જરા,.
તું બધું સમજાવવાનું બંધ કર.

જે લખ્યું છે એટલા ગુણ આપજે,.
માર્ક્સ  તું સુધારવાનું બંધ કર.

આ પરીક્ષાથી બધાં હેરાન છે,.
તું પરીક્ષાઓ લેવાનું બંધ કર.

ડૉ.સત્યમબારોટ

શબ્દ ખોટા ગોખવાનું બંધ કર.
ખોટાં થોથાં ફાડવાનું બંધ કર.

મારવાથી છોકરાં ભણતા નથી,
છોકરાંને મારવાનું બંધ કર.

આર.ટી.ઈ.ના નિયમ પણ વાંચ તું,
ઘરનું લેશન આપવાનું બંધ કર .

જે ભણાવું હો,ભણાવો શાળામાં,
ખોટાં ટ્યુશન બાંધવાનું બંધ કર.

બાળકોને જાતે ભણવા દે જરા,.
તું બધું સમજાવવાનું બંધ કર.

જે લખ્યું છે એટલા ગુણ આપજે,.
માર્ક્સ  તું સુધારવાનું બંધ કર.

આ પરીક્ષાથી બધાં હેરાન છે,.
એક માપે માપવાનું બંધ કર.

No comments:

Post a Comment